ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયામાં જાય છે, જેના કારણે ચંદ્ર અંધારું થઈ જાય છે. આ પ્રકારનું સંરેખણ ગ્રહણની મોસમ દરમિયાન થાય છે, લગભગ દર છ મહિને, પૂર્ણ ચંદ્રના તબક્કા દરમિયાન, જ્યારે ચંદ્રનું ભ્રમણકક્ષાનું વિમાન પૃથ્વીની ભ્રમણકક્ષાના વિમાનની સૌથી નજીક હોય છે.
આપણે અહીંયા ચંદ્ર ગ્રહણ એટલે શું? ચંદ્ર ગ્રહણ ની તારીખ 7.9.2025 ના રોજ આ વર્ષ નું છેલ્લું થવાનું છે. તે ઘટનાઓ ની સામાજિક,ખગોળીય,ધાર્મિક, ઘેર માન્યતા ઓ વિગેરે જોઈશું.
ચંદ્રગ્રહણ એટલે શું?
- આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે.
- તે તેની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે.
- ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.
- ચંદ્રની ભ્રમણકક્ષા ઝૂકેલી હોવાથી તે દર મહિને પૃથ્વીની છાયામાંથી પસાર નથી થતો. આથી આવી ઘટના દર મહિને સર્જાતી નથી.
- ઉપછાયા ચંદ્રગ્રહણમાં પૃથ્વીની કેન્દ્ર સપાટીની છાયા ચંદ્ર પર પડતી નથી. તેમજ ચંદ્રની અમુક સપાટી પર જ પૃથ્વીનો પડછાયો પડતો હોય છે.

બ્લડ મૂન શું છે અને તે ક્યારે દેખાય?
- બ્લડ મૂન એટલે કે ચંદ્ર લાલ રંગનો દેખાય અને સામાન્ય કરતાં બહુ મોટો દેખાય.
- બ્લડ મૂન એ વૈજ્ઞાનિક નામ નથી, પણ ચંદ્ર લાલ દેખાતો હોવાથી એને આવું હુલામણું નામ અપાયું છે.
- સંપૂર્ણ ચંદ્રગ્રહણ વખતે બ્લડ મૂન દેખાતો હોય છે. એ વખતે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે અને તેના પર અનોખા કોણથી પડતાં પ્રકાશને લીધે એ લાલ રંગનો દેખાવા લાગે છે.
- આવું ત્યારે ઘટતું હોય છે કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની એકદમ વચ્ચોવચ આવી જાય છે અને તેનો સંપૂર્ણ પડછાયો ચંદ્ર પર પડે છે.
READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

ભારતમાં ચંદ્ર ગ્રહણ ની શરૂઆત અને અંત
ભારતમાં ચંદ્રગ્રહણનો સમય
ચંદ્રગ્રહણની શરૂઆત | રાત્રે 8 કલાક અને 58 મિનિટથી (ભારતીય સમય અનુસાર), 7 સપ્ટેમ્બર |
સંપૂર્ણ ચંદ્રગ્રહણ (બ્લડ મૂન ફેઝ) | રાત્રે 11 કલાક થી 12 કલાક અને 22 મિનિટ સુધી |
ચંદ્રગ્રહણનો અંત
ચંદ્રગ્રહણનો અંત | સવારે 2 કલાક અને 25 મિનિટ, સપ્ટેમ્બર 8. |
કેટલા પ્રકારના ચંદ્ર ગ્રહણ હોય છે?
સૂર્ય પૃથ્વી અને ચંદ્ર કેટલા ઓછા અથવા કેટલા સરેખિત છે તેના આધારે ત્રણ પ્રકારના ચંદ્ર ગ્રહણ હોય છે.
- સંપૂર્ણ ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો પડછાયો સમગ્ર ચંદ્રની સપાટી પર પડે છે.
- આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનું માત્ર એક જ ભાગ પૃથ્વીના પડછાયામાં પ્રવેશે છે, જે ચંદ્રની સપાટીને કાપી નાખતું હોય તેવું દેખાઈ શકે છે. ચંદ્રની પૃથ્વી તરફની બાજુએ પૃથ્વીનો પડછાયોકારો દેખાશે. કટ ભાગ આપણે જોઈએ છીએ.
- પેનમ્બલ એ ત્રીજું ચંદ્રગ્રહણ છે, આમાં પૃથ્વીના પડછાયો હડવો ભાગ ચંદ્રની સપાટી પર પડે છે. આ પ્રકારનું ગ્રહણ અન્ય બે ગ્રહણ જેટલું નાટકી નથી અને તે જોવાનું કંઈક અંશે મુશ્કેલ હોય છે. પણ વૈજ્ઞાનિકો માટે મહત્વનું હોય છે.
ક્યાં ક્યાં દેખાશે?(Chandra Grahan 2025)
આ ખગોળીય ઘટના પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ચીન, રશિયા અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં દેખાશે. ભારતમાં, તે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, લખનૌ, પુણે, ચંદીગઢ અને જયપુર સહિત લગભગ તમામ મુખ્ય શહેરોમાં દેખાશે.
ગ્રહણ દરમિયાન શું કરવું અને શું ન કરવું? (Chandra Grahan 2025)
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ગ્રહણ દરમિયાન કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ:
👉 શું કરવું: dharmik
- ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ, ધ્યાન અને પ્રાર્થના કરવી શુભ માનવામાં આવે છે.
- ગ્રહણ સમાપ્ત થયા પછી, સ્નાન કરો અને ઘર અને પૂજા સ્થળને શુદ્ધ કરો.
- જરૂરિયાતમંદોને દાન આપો.
- ખાદ્ય પદાર્થોને દૂષિત ન થાય તે માટે, તેમના પર તુલસીના પાન અથવા કુશ રાખો.
👉શું ન કરવું:dharmik
- સુતક કાળ દરમિયાન ખાવું, પાણી પીવું કે ખોરાક રાંધવો વર્જિત માનવામાં આવે છે.
- સગર્ભા સ્ત્રીઓએ ઘરની બહાર ન જવું જોઈએ અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
- ગ્રહણ દરમિયાન કોઈ પૂજા કે કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ.
- ગ્રહણના પડછાયા તરફ સીધી આંખોથી જોવું અશુભ માનવામાં આવે છે.