જાદર :મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ

નમસ્કાર અહીંયા આપણે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ભરાતા લોકમેળાની હકીકતલક્ષી ઐતિહાસિક અને મુંધણેશ્વર મહાદેવ મેળો અને ભક્તિનો અનેરો સંગમ ભાદરવા મહિનાના બીજા સોમવાર થી આ લોકમેળાનો પ્રારંભ થાય છે. આ ત્રી દિવસિય મેળાની ભક્તિમય વાત અહીંયા કરવામાં આવેલી છે.

આ મંદિર ગાયોને બચાવનાર મધુવના નામ પરથી મુધણેશ્વર નામે પ્રસિદ્ધ થયું સ્વયંભૂ શિવલિંગ મૃધણેશ્વર થી ઓળખ પામી અને ભાદરવા સુદના બીજા સોમવારથી ત્રણ દિવસીય આ મેળો ઉજવવામાં આવે છે જેમાં લાખો લોકો મેળાની મજા માણતા હોય છે

જાદર ગામમાં ૬૦૦ વર્ષથી મુધ્રણેશ્વર મહાદેવના મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો ભાદરવાના બીજા સોમવારથી બુધવાર સુધી ચાલે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાન અહીં ચીજ-વસ્તુઓની દુકાનો પણ લાગે છે.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

મુધણેશ્વર મહાદેવ ની કથા

મુંધણેશ્વર મહાદેવ ની અહીંયા જે કથા આપવામાં આવેલી છે તે અમે અમારા પૂર્વજો, સાબરકાંઠા જિલ્લાની ઐતિહાસિક અને લોકવાયકાઓ પરથી લીધેલ છે.

જાદર મંદિરના ઇતિહાસ મુજબ ઈડર તાલુકાના દાદર ગામમાં આવેલા મુંધણેશ્વર મહાદેવ મંદિર ઘણું જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.400 /500 વર્ષો અગાઉ મોગલ સામ્રાજ્યના વખતમાં મુઘલ સેના ભારતના દેવા લાયો અને મિલકતો, પ્રજાને હેરાન પરેશાન અને અત્યાચાર કરી રહ્યા હતા. તે સમયે અહીંયા ઘોર જંગલ હતું. મોગલ ક્રૂર સૈનિકો જ્યારે ગાયોની વાડીની જતા હતા તે સમયે ગાયોની રક્ષા કરવા માટે ગોવાળિયાઓએ ત્યાંના મૃધવ અને અન્ય ક્ષત્રિય બંધુઓને હાકલ કરતા આ વીરો ગાયોની રક્ષા કરવા માટે દોડી આવ્યા હતા. જેથી લશ્કરે ભાગતા ભાગતા અહીં આગ લગાવી દીધી હતી.એક જગ્યા એ નાગના રાફડા હતા. નાગદેવતા હેરાન થઈ ખીજડાના વૃક્ષ ઉપર ચડી ગયા હતા. એ પોતાનો પ્રાણ બચાવવા વાચા ફૂટી હોય તેમ ક્ષત્રિય યુવાન મૃધવને વિનંતી કરતા મૃધવે નાગદેવતા નો જીવ બચાવવા તેમને ઢાલ ઉપર લઈને ઢાલને તેના માથા ઉપર રાખીને સુરક્ષિત સ્થળે નાગદેવતા ની મૂકી દીધા હતા.

જેના કારણે નાગદેવતા પ્રસન્ન થઈને મૃધવ ને વરદાન આપ્યું હતું કે ‘ હે વીર તે મારો જીવ બચાવે છે તેથી હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. પરંતુ રણ યુધ્ધ જતા પહેલા તેમ મને તારા મસ્તક ઉપર બેસાડવાનું અપશુકન કરતા તું મોગલ સેના સામે વીરગતિ પામીશ. પરંતુ તે મને જીવન આપ્યું હોવાના કારણે અને ગૌરક્ષા કાર્ય જીવ ગુમાવવાનો હોવાથી હું તને “પરમપદ” આપું છું. અને તું આ સ્થળે શિવ રૂપે સ્વયંભૂ પૂજાશો. અને તારા નામ માત્ર થી મનુષ્ય કે પશુનું ઝેર ઉતરી જશે. અહીંયા યુદ્ધ પત્યા પછી. ગાયો પોતાનું દૂધ ત્યાં વહેવડાવતી હતી. ગોવાળિયાઓ એ ઘેર દૂધ ન મળતું હોવાથી તપાસ કરી તો ત્યાં સ્વયંભૂ શિવલિંગ માલુમ પડ્યું હતું અને તે દિવસથી આજ સુધી અહીં મુંધણેશ્વર પૂજાય છે અને તેની યાદમાં ભાદરવા મહિનાના બીજા સોમવારથી શરૂ થઈને ત્રણ દિવસ સુધી ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં લાખો ભક્તો ઉપસ્થિત રહીને ધન્ય બને છે.

💢કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

જાદર મુંધણેશ્વરમહાદેવ મંદિરે કેવી રીતે ઝેર ઉતારાય છે?

અત્યારે વૈજ્ઞાનિક યુગમાં પણ સૌને આચાર્ય થાય તેવી તે જાદરના મુંધણેશ્વર મંદિરે સર્પ દંશનો ભોગ બનેલા લોકોનું ઝેર ઉતારવામાં આવે છે. નાગ દેવતા ના વરદાન મુજબ મંદિરમાં ઘોઘા બાવજીમાં મધુવન પ્રવેશ થાય છે અને ઝેર ઉતારવાની વિધિ દરમિયાન પીડિતને લીમડાના પાન ખવડાવે છે. જો સુધી શરીરમાં 20 હોય ત્યાં સુધી લીમડો મીઠો લાગે છે અને જ્યારે વિશ પૂરેપૂરું ઉતરી જાય છે ત્યારે તેનો અસલી કડવો રસ શરૂ થઈ જાય.

જાદર ના લોકમેળા નો આનંદ

જિલ્લાના ઈડર તાલુકાના જાદરમાં ત્રી દિવસે લોકમેળો ભરાય છે. તેમાં ત્રણ દિવસ સુધી વિવિધ ખાણીપીણી ની દુકાનો, રમતો, બાળકો માટે વિવિધ જાતના રમકડા થી ત્રણ દિવસ સુધી બધા મેળાનો આનંદ માને છે. રાત્રેપણ મેળો પણ હોય છે.ભાદરવાના બીજા સોમવારે આખાય વિસ્તારના લોકો પોતાના પશુઓ માટે કે પોતાની માલમિલકતનું રક્ષણ માટે પોતાના ઘેર શ્રીફળ વધે છે.

💢આ પણ વાંચો:: શ્રાદ્ધ પક્ષમાં દુધપાક ખાવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો !

સમાપન

નમસ્કાર મિત્રો ઉપરોક્ત આર્ટીકલ માં અમે મુંધણેશ્વર મેળાની વાત, તેનું ઐતિહાસિક મહત્વ, લોકવાયકા, બાળકોમાં મેળાનો આનંદ બધી જ વિગતોની વાત કરેલ છે. કોઈ જગ્યાએ ભૂલ હોય તે ્ક્ષમ્ય ગણશો અને સાચી હકીકત કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો.

Leave a Comment