નૈવેધ કેમ કરવામાં આવે છે?

માતા જગદંબાનું ભક્તિભાવથી પૂજન – અર્ચન કરી, નૈવેદ્ય અર્પણ કરવા જેનાથી માતા ભગવતી જગદંબા અત્યંત પ્રસન્ન થાય છે અને આપણને રક્ષા પ્રદાન કરી આપણા જીવનને સફળ બનાવે છે. માતા સૌની ઉપર કૃપા કરે

નવરાત્રી દરમિયાન કે ભારતીય સમાજની અંદર વારે તહેવાર કે વ્યક્તિગત પણ ભારતના લોકો માતાજીનું નૈવેદ્ય કરતા હોય છે. આપણે અહીંયા માતાજીને નિવેદ્ય અને તે અંતર્ગત મંત્રો. માતાજીની સ્તુતિ તથા માતાજીના નિવેદમાં શું કરવું જોઈએ તેના વિશે જાણકારી મેળવીશું?

નૈવેધ કેમ કરવામાં આવે છે?

વૈદિક સંસ્કૃતિમાં દેવી દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. જેમા ખાસ દિવસ, તિથિ અને તહેવારો પર દેવી દેવતાઓને વિશેષ પ્રસાદ ભોગ અર્પણ કરવામાં આવે છે, જેને નૈવેધ કહેવાય છે. નવરાત્રીમાં માતાજીને નૈવેધ ધરાવવાની પરંપરા છે. નૈવેધમાં માતાજીને લાપસી, કંસાર, શીરો, ખીર પુરી, ચણાનું શાક, રોટલી સહિત વિવિધ મિઠાઇ અને ફળફળાદિ ધરાવવામાં આવે છે.

નૈવેદ્ય ક્યાં અને ક્યારે ?
નૈવેધ

માતાની ઉપાસનામાં નૈવેદ્યનું ઘણું મહત્ત્વ છે. ભગવાન નારાયણ કહે છે કે, ‘હે પરમ વિદ્વાન દેવર્ષિ નારદ ! આ સંસાર અનાદિ છે. તેમાં જન્મ લઈને જે ભગવતી જગદંબાની ઉપાસના કરે છે તે ભલે ભયંકર સંકટમાં પડયો હોય તો પણ માતા ભગવતી તેની રક્ષા કરે છે. તેથી મનુષ્યે ભક્તિભાવથી દેવીનું પૂજન કરવું જોઈએ.’ ભગવાન નારાયણ કહે છે કે, પ્રતિપદા તિથિમાં ભગવતી જગદંબાની ગાયના ઘીથી પૂજા કરવી જોઈએ. અર્થાત્ ષોડશોપચાર પૂજન કરીને નૈવેદ્યમાં ગાયનું ઘી અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપી દેવી. આ પ્રમાણે કરવાથી મનુષ્યને રોગો થતા નથી. દ્વિતીયા (બીજ)ના દિવસે દેવી ભગવતીનું પૂજન કરી સાકરનું નૈવેદ્ય અર્પણ કરવું અને તે પ્રસાદી બ્રાહ્મણને આપવાથી મનુષ્યને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે.

વાર પ્રમાણે નૈવેદ્ય

READ MORE :::Navratri (Shardiya Navratri) 2025

માતાજીની પ્રસન્ન કરવા માટેનું નૈવેદ્ય અને તેની રીત

હે મુનિવર ! હવે ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટે બીજું સાધન કહું છું તે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં ત્રીજના દિવસે મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરીને તેની પૂજા કરવી. નૈવેદ્યમાં પાંચ પ્રકારના ખાદ્ય પદાર્થ અર્પણ કરવા. આ જ પ્રમાણે બારે મહિનાની સુદ ત્રીજના દિવસે પૂજન કરવું. વૈશાખ મહિનામાં ગોળથી બનેલા પદાર્થોનું નૈવેદ્ય ધરાવવું. જેઠ મહિનામાં મધ અર્પણ કરવું. અષાઢમાં મહુડાના રસથી બનેલા પદાર્થોના ભોગ ધરાવવા. શ્રાવણમાં દહીં, ભાદરવામાં ખાંડ, આસોમાં ખીર, કારતકમાં દૂધ, માગશમાં સુતરફેણી, પોષમાં દહીંની મલાઈ, મહા માસમાં ગાયનું ઘી અને ફાગણ માસમાં નારીયેળનો ભોગ ધરાવવો. આ પ્રમાણે બારે માસનું નૈવેદ્ય અર્પણ કરીને ભગવતીનું પૂજન કરવું જોઈએ. મંગલા, વૈષ્ણવી, માયા, કાલરાત્રિ, દુરત્યયા, મહામાયા, માતંગી, કાલી, કમળવાસિની શિવા, સહસ્ત્રચરણા અને સર્વમંગળ રૂપિણી – આ નામના બાર પદોનું ઉચ્ચારણ કરીને મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરી પૂજા કરવી. મહુડાના વૃક્ષમાં દેવેશ્વરી ભગવતી બીરાજે છે. તેથી સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ માટે તથા પૂર્ણાહુતિ નિમિત્તે પૂજા કરીને દેવીની સ્તુતિ કરવી.

Jay Aadyashakti Aarti: જય આદ્યાશક્તિ આરતી, PDF MP3 અને વિડીયો; નવરાત્રી મા દરરોજ ઉપયોગી બનશે

Leave a Comment