સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ Solar Eclips 2025

Solar Eclips 2025: સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્ત્વ તેને વધારે ખાસ બનાવે છે. ખગોળીય ઘટનામાં રસ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં 15 દિવસમાં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા છે. આ જ મહિનામાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ બંને લાગવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ આ વખતે ક્યારે લાગશે અને ભારતમાં આ ગ્રહણ જોવા મળશે કે નહીં?

જુની કથાઓ મુજબ ગ્રહણ

કથા ગ્રહણ વિશે પણ ખાસ રૂપથી પ્રચલિત માનવામાં આવે છે.આ જુની કથા મુજબ સુર્ય અને ચંદ્ર ગ્રહણ માટે રાહુ અને કેતુ નો ઉત્તરદાયી માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મોહિની સ્વરૂપમાં આવ્યા અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જે અમૃત રાક્ષસોએ દેવતાઓ પાસેથી છીનવી લીધું હતું, મોહિનીએ ધીમે ધીમે તે જ અમૃત દેવતાઓમાં વહેંચવાનું શરૂ કર્યું. પરંતુ, આ સમય દરમિયાન સ્વરભાનુ નામના રાક્ષસે દેવતાનો વેશ ધારણ કર્યો અને દેવતાઓની પંક્તિમાં બેસીને અમૃત મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. સૂર્ય અને ચંદ્રએ તેમની આ યુક્તિ જોઈ અને મોહિનીના અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને તેનું સત્ય કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુની ગરદનને ધડથી અલગ કરી દીધી, પરંતુ તેણે પહેલા જ અમૃતના થોડા ટીપા પી લીધા હતા જેના કારણે તેના પર અમૃતની અસર થઈ હતી અને તે મૃત્યુ પામ્યો ન હતો. આમ, તેમનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે જાણીતું બન્યું અને તે ગ્રહોમાં છાયા ગ્રહ તરીકે ઓળખાયો. આ જ કારણ છે કે રાહુ અને કેતુને સૂર્ય અને ચંદ્ર સાથે દુશ્મનાવટ છે અને તેથી તેઓ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને પરેશાન કરે છે.

ખગોળીય રૂપથી મહત્વપુર્ણ

આપણે આ બધા એ સ્થિતિ ને જાણીએ છીએ કે પૃથ્વી અને બીજા બધાજ ગ્રહ સુર્ય ના ચક્કર લગાવે છે અને ચંદ્રમા પૃથ્વી ના ચક્કર લગાડે છે.ઘણી વાર પૃથ્વી,સુર્ય અને ચંદ્રમા ની ગતિઓ ના કારણે ઘણી એવી ખાસ સ્થિતિઓ સમય સમય ઉપર બને છે જે ખગોળીય રૂપથી મહત્વપુર્ણ હોય છે,પરંતુ,જ્યોતિષ માં પણ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.એમાંથી એક છે ગ્રહણ.

આપણે બધા સુર્ય ના પ્રકાશ થી રોશની મેળવીએ છીએ.પૃથ્વી ને પણ સુર્ય નો પ્પ્રકાશ મળે છે અને ચંદ્રમા ને પણ સુર્ય નિજ રોશની મળે છે.ઘણીવાર પૃથ્વી ની પરિક્રમા ના કારણે આવી પરિસ્થિતિઓ ઉભી થાય છે કે ઘણા સમય માટે સુર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર અથવા ચંદ્રમા ઉપર પડે છે.આવી સ્થિતિ નેજ આપણે ગ્રહણ કહીએ છીએ.અલગ અલગ પરિસ્થિતિઓ માં આ અલગ અલગ રૂપથી થાય છે અને અનાથીજ સુર્ય અને ચંદ્ર આકાર લેય છે.આ એક પ્રકારની ખગોળીય ઘટના છે.

કેમ લાગે છે સૂર્ય ગ્રહણ?

સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની જેમ જ ચંદ્ર પણ સૂર્યની આસપાસ ફરે છે. જોકે, ચંદ્ર સૂર્યની સાથે સાથે પૃથ્વીની આસપાસ પણ ફરે છે. અનેક વખત એવું થાય છે કે ચંદ્ર ફરતાં ફરતાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને થોડાક સમય માટે સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, જેને આપણે બધા સૂર્ય ગ્રહણ તરીકે ઓળખીએ છીએ. આ સમયે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે.

ક્યારે છે બીજું સૂર્ય ગ્રહણ?

અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 21મી સપ્ટેમ્બર, 2025ના વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે 4 કલાક 24 મિનિટનું હશે. ભારતીય સમય અનુસાર રાતે 10.59 કલાકથી 22મી સપ્ટેમ્બર મધરાતે 1.11 કલાકે તે પોતાની ચરમ સીમા પર હશે અને 3.23 કલાકે પૂરું થશે.

શું છે આંશિક સૂર્ય ગ્રહણ?

ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ, વલયાકાર સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ. 21મી સપ્ટેમ્બરનું આ આંશિક સૂર્યગ્રહણ હશે. આંશિક સૂર્ય ગ્રહણ ત્યારે જોવા મળે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી ચંદ્રમા પસાર થાય છે અને સૂર્યનો એક ભાગ ઢંકાઈ ડાય છે. આંશિક સૂર્ય ગ્રહણને ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્યાં દેખાશે ગ્રહણ?

વાત કરીએ આ સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તો ન્યુઝી લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં આ ગ્રહણ સારી રીતે જોવા મળશે, પણ આ ગ્રહણ સમયે ભારતમાં રાત હશે, એટલે તે ભારતમાં નહીં દેખાય. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય એટલે સ્વાભાવિક છે કે અહીં સૂતક કાળ નહીં માન્ય હોય.

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Leave a Comment