માતાના મઢ ની વાર્તા

માતાના મઢ ની વાર્તા આ બ્લોગ પોસ્ટ ની અંદર આશાપુરા માતાજી ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા માં આવેલા આશાપુરા માતાજીના મંદિરની મઠની ઇતિહાસ આપવામાં આવેલો છે. દેશભરના ભાવિક ભક્તોમાં આશાપુરા માતાજીનું મંદિર મોટું આસ્થા નું પ્રતીક છે આવો જોઈએ માતાના મઠ ની વાર્તા

માતાના મઢની વાર્તા

આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.

તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”

એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.

ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”

સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.

તમને આશાપુરા માતાજી કચ્છ માતાના મઠ ની વાર્તા / કથા ગમી હોય તો ભારતના અને ગુજરાતના અન્ય શ્રદ્ધારોની શેર જરૂર કરજો

images (1)

Leave a Comment