BHAI BEEJ 2025 DATE AND TIME : હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે કાર્તિક મહિનાની શુકલ પક્ષ દ્વિતીય તિથિએ ભાઈ બીજ ઉજવવામાં આવે છે., રક્ષાબંધનની જેમ આ તહેવાર પણ ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે આ દિવસે દિવાળીનો પાંચ દિવસે તહેવાર પૂર્ણ થાય છે.
🔛 ભાઈ બીજ ક્યારે છે?
કાર્તિક મહિનાના શુક્લ પક્ષની દ્વિતીયાતીથી 22 ઓક્ટોબરના રોજ રાત્રે 8: 16 વાગે શરૂ થશે. આ તિથિ 23 ઓક્ટોબરના રોજ રાત્રે 10 અને 46 વાગે સમાપ્ત થશે. આ દિવસે બહેન ભાઈને તિલક લગાવે છે. આ તિલક લગાવવાનું પણ શુભ મુહર્ત હોય છે. આ વર્ષે આ શુભ મુહૂર્ત એક 13.. થી 3: 28 વાગ્યા સુધીનું રહેશે એવું વિધવાન પંડિતો માની રહ્યા છે.
ભાઈ બીજની પૌરાણિક કથા શું છે?
➖ આપણે અહીંયા ભાઈ બીજની પૌરાણિક કથા શું છે તે જોઈએ.
ભાઈ બીજ ની પૌરાણિક કથા યમરાજ અને યમુના સાથે જોડાયેલી છે. કથા અનુસાર, યમુનાએ એકવાર તેમના ભાઈ યમરાજ ને તેમના ઘેર આમંત્રણ આપ્યું હતું. યમ આમંત્રણ સ્વીકાર્યું જ્યારે તે તેની બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તેને આપવામાં આવેલી અતિથ્યથી તે ખૂબ જ ખુશ થયા હતા.
ભાઈને વિદાય આપતી વખતે યમુનાએ તેને નાળિયેર ભેટમાં આપ્યું જ્યારે હમણાં જે કારણ પૂછ્યું ત્યારે યમુનાએ જવાબ આપ્યો કે આ નારિયેળ તેને તેની યાદ અપાવશે. આજ કારણ છે કે ભાઈ બીજ પર પોતાના ભાઈને નાળિયેર આપવાની પરંપરા છે.
આ પણ વાંચો ::: નૈવેધ કેમ કરવામાં આવે છે?

➡ ભાઈ બહેન માટે એક અનોખો તહેવાર
ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવીને તેમના દીર્ઘ આયુષ્ય અને સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. અને ભાઈઓ પણ બહેનોને ભેટ આપી પોતાની લાગણી વ્યક્ત કરે છે આ દિવસે યમ દેવ અને યમુનાની પૂજા કરવાની પરંપરા પણ છે.
➖ બહેનો પોતાના ભાઈ માટે શુભ મુહર્તમાં લોટથી ચોક બનાવે છે ભાઈ પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે. બહેન ભાઈને તેના માથા પર ફુલ પાન સોપારી અને પૈસા મૂકી તેને તિલક લગાવે છે. તેના એક હાથ પર દોરો બાંધે છે અને તેને સોપારીનું પાન પણ ખવડાવે છે. આ રીતે બહેન પોતાના ભાઈને તિલક લગાવે છે અને તેના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ બધી જ બાબતો હિન્દુ સમાજની અંદર ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભાઈ બહેન નો પ્રેમ વધે છે અને હેત જળવાઈ રહે છે.
