કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

કષ્ટભંજન દેવ સત્ય છે II સાળંગપુર હનુમાનજી મંદિર

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

KATHA 

ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

👉કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડ જળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.

આરતી 

👉પ્રભુ જય કપિ બળવંતા… ૨

સુર નર મુનિ જન વંદિત (૨)

પદરજ હનુમંતા,

પ્રભુ જય કપિ બળવંતા,

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,

પ્રભુ ત્રિભુવન જયકારી,

અસુર રિપુ મદગંજન (૨)

ભય સંકટ હારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે,

પ્રભુ પીડત નહિ જંપે,

હનુમંત હાક સુનીને (૨)

થર થર થર કંપે,

પ્રભુ જય કપિ બળવંતા… ૩

રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,

પ્રભુ સાગર અતિ ભારી,

સીતા શોધ લે આયે (૨)

કપિ લંકા જારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા (૨)

પ્રભુ શરણાગત ત્રાતા,

પ્રેમાનંદ કહે હનુમંત,

વાંછીત ફળ દાતા,

પ્રભુ જય કપિ બળવંતા… ૫

જય કપિ બળવંતા…

પ્રભુ જય કપિ બળવંતા…

જય શ્રી રામ,

જય કષ્ટભંજન દેવ,

જય બજરંગબલી.

બોલો હનુમાનજી મહારાજ ની જય

મંગલ મૂરતિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન ...મંગલ

પવનતનય સંતન હિતકારી,

હ્દય બિરાજત અવધ બિહારી ...મંગલ

માતાપિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભુ શુક્ર નારદ ...મંગલ

ચરનકમલ બંદઉ સબ કાહુ,

દેહુ રામપદ નેહુ નિબાહુ ...મંગલ

જય જય હનુમાન ગુંસાઇ,

કૃપા કરો ગુરુદેવકી નાઇ...મંગલ

બંદઉ રામ લખન વૈદેહી

યહ તુલસી કે પરમ સનેહી...મંગલ

મંગલ મૂરતિ મારુતિ નંદન

|| જય શ્રી રામ || || જય શ્રી કષ્ટભંજન દેવ ||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||