ગણેશોત્સવ બાદ નવરાત્રિ શરૂ થાય છે અને બંને હિંદુઓ માટેના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો વચ્ચે 15 દિવસ શ્રાદ્ધ એટલે કે પિતૃ પક્ષ શરૂ થાય છે. આ વખતે સાતમી સપ્ટેમ્બરથી એટલે કે આજથી પિતૃ પક્ષ શરૂ થશે અને 21મી સપ્ટેમ્બરના પૂરું થશે.
હિન્દુ ધર્મની સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૃથ્વી ઉપર પિતૃ આવે છે અને તેમની વિધિ માટે, પૂજા માટે 16 દિવસ સુધી અલગ અલગ તિથિ પ્રમાણે રાજ્ય મનાવવામાં આવે છે.
આ વખતનો આ પિતૃ પક્ષ કે જેને આપણે શ્રાદ્ધ તરીકે પણ ઓળખીએ છીએ એ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ચંદ્ર ગ્રહણથી શરૂ થશે અને સૂર્ય ગ્રહણ પણ સમાપ્ત થશે.
ચંદ્રગ્રહણ એટલે શું?2025 ના વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ
2025 માં પિતૃ પક્ષ ક્યારે છે?
હિન્દુ કેલેન્ડર મુજબ, વર્ષ 2025માં, પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થઈ રહ્યો છે અને આ દિવસે પૂર્ણિમા શ્રાદ્ધ છે, તે સમયે જ 21મી સપ્ટેમ્બર 2025 રવિવારના રોજ સર્વ પિતૃ અમાવસ્યા સાથે સમાપ્ત થશે
જો તમે પણ એ પણ જાણવા માગતા હો કે કઈ તિથિ એ કઈ શ્રદ્ધ કરવાનું છે તો સંપૂર્ણ યાદી અહીંથી જુઓ
શ્રાદ્ધ પક્ષ સંપૂર્ણ યાદી
READ MORE :::Navratri (Shardiya Navratri) 2025
✅ આપણે અહીંયા વર્ષ 2025 ની રાજ્ય પિતૃપક્ષની તિથિયા એટલે કે કયું શ્રાદ્ધ કયા વારે અને કઈ તારીખે આવે છે. આ જાણકારી ખૂબ જ મહત્વની છે.
ભાદરવા વદ (કૃષ્ણ) પક્ષને પિતૃપૂજન અને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેથી તેમને શાંતિ અને સદ્ગતિ મળે.
તિથિ | તારીખ | દિવસ |
પૂર્ણિમાનાશ્રાદ્ધ | 7 સપ્ટેમ્બર 2025 | રવિવાર |
પ્રતિ પ્રદાશ્રાદ્ધ | 8 સપ્ટેમ્બર 2025 | સોમવાર |
દ્વિતીયશ્રાદ્ધ | 9 સપ્ટેમ્બર 2025 | મંગળવાર |
તૃતીયા અને ચતુર્થીશ્રાદ્ધ | 10 સપ્ટેમ્બર 2025 | બુધવાર |
ભરણી અને પંચમી શ્રાદ્ધ | 11 સપ્ટેમ્બર 2025 | ગુરૂવાર |
ષષ્ટિશ્રાદ્ધ | 12 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર |
સપ્તમીશ્રાદ્ધ | 13 સપ્ટેમ્બર 2025 | શનિવાર |
અષ્ટમીશ્રાદ્ધ | 14 સપ્ટેમ્બર 2025 | રવિવાર |
નવમીશ્રાદ્ધ | 15 સપ્ટેમ્બર 2025 | સોમવાર |
દસમીશ્રાદ્ધ | 16 સપ્ટેમ્બર 2025 | મંગળવાર |
એકાદશીશ્રાદ્ધ | 17 સપ્ટેમ્બર 2025 | બુધવાર |
દ્વાદશીશ્રાદ્ધ | 18 સપ્ટેમ્બર 2025 | ગુરૂવાર |
ગયો દશી /માદ્ધશ્રાદ્ધ | 19 સપ્ટેમ્બર 2025 | શુક્રવાર |
ચતુર્દષ્ટિશ્રાદ્ધ | 20 સપ્ટેમ્બર 2025 | શનિવાર |
સર્વ પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ | 21 સપ્ટેમ્બર 2025 | રવિવાર |
મહત્ત્વપૂર્ણ તિથિઓ અને તેમનું મહત્ત્વ
શ્રાદ્ધ પક્ષમાં કેટલીક તિથિઓનું વિશેષ મહત્વ હોય છે:
- તિથિ 3 અને 4: આ બંને તિથિઓ એકસાથે છે. જે લોકોની તિથિ 3 અથવા 4 હોય, તેઓ આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે.
- તિથિ 9 (નવમી): આ તિથિને સૌભાગ્યવતી સ્ત્રી શ્રાદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે એવી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ સૌભાગ્ય અવસ્થામાં થયું હોય.
- તિથિ 12 (બારસ): આ દિવસે સંન્યાસીનું શ્રાદ્ધ કરવામાં આવે છે, એટલે કે જે લોકોએ સંન્યાસ લીધો હોય તેમનું શ્રાદ્ધ આ તિથિએ કરવામાં આવે છે.
- તિથિ 14 (ચૌદશ): આ દિવસ શસ્ત્રપીડિતનું શ્રાદ્ધ કરવા માટે ખાસ છે, જે લોકોનું મૃત્યુ અકાળે અથવા અકસ્માતને કારણે થયું હોય તેમનું શ્રાદ્ધ આ દિવસે કરવામાં આવે છે.
- તિથિ 15/30 (અમાસ): આ દિવસને સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. જે લોકોને તેમના પિતૃઓની તિથિ યાદ ન હોય, તેઓ આ દિવસે સર્વપિતૃઓનું શ્રાદ્ધ કરી શકે છે. આ દિવસે પૂનમનું શ્રાદ્ધ પણ કરવામાં આવે છે.
જ્યારે મૃત્યુ તિથિ ખબર ન હોય: કઈ તિથિએ કરવું શ્રાદ્ધ?
જો તમારા કોઈ સ્વજન કે પરિવારજનનું મૃત્યુ થયું હોય અને તમને તેમની તિથિની ચોક્કસ જાણકારી ન હોય, તો તમે તેમનું શ્રાદ્ધ અમાસના દિવસે કરી શકો છો. ભારતીય પંચાંગ અને શાસ્ત્રોમાં પણ આ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શ્રાદ્ધ પક્ષની છેલ્લી તિથિ એટલે કે સર્વપિતૃ અમાસનો દિવસ આ ખાસ હેતુ માટે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ દિવસે, જેમને પોતાના પિતૃઓની મૃત્યુતિથિ યાદ ન હોય, તેઓ બધા પિતૃઓનું એકસાથે શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે. આ દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.