A festival of spiritual divinity, a celebration of the splendor of tradition and folk culture :TARNETAR FAIR

a festival of spiritual divinity, a celebration of the splendor of tradition and folk culture tarnetar fair

આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ એટલે તરણેતરનો મેળો તરણેતરના મેળામાં જતા પહેલા જાણી લો ઈતિહાસ, આ છે રોચક કથા

ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. તો ચાલો જાણીએ તરણેતરનો મેળા વિશે.

Ganesh chaturthi 2025

તરણેતરનો મેળા એટલે

તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.

તરણેતરનો મેળા ની રોચક કથા

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટું મહત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા.

મૂર્તિ ઉપર 1000 કમળ થઈ ગયા અને છેલ્લું 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિના ભક્તિના પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચ મુખ, દશ ભુજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે.

માતાના મઢકથા

તરણેતરના મેળાની બીજી એક રોચક કથા/લોકવાયકા

પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડના પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.

તરણેતરના મેળાની દંતકથા

એક દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું.

તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.

Rushipanchmi Vrat Katha ઋષિ પાંચમ ની વ્રત કથા

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

Rushipanchmi Vrat Katha ઋષિ પાંચમ ની વ્રત કથા

ઋષિ પાંચમ ની વ્રત કથા

પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજન મહત્વ આ તહેવાર માં છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી કહેવામાં આવે છે.

આપણે અહીંયા ઋષિ પંચમીની કથા વાર્તા દ્વારા આ તહેવારની સમજીશું

ઋષિ પંચમી વ્રત વિધિ અને કથા જુઓ

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

માસિક ધર્મમાં આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે. જે તે વ્યક્તિનું પાપ કર્મ ઋષિ પાંચમના પર્વે જેટલીવાર ન્હાય એટલા વધુ પાપ ધોવાય છે. તેવી માન્યતા પ્રચલિત હોય આ પર્વે શ્રદ્ધાળુઓ સવાર, બપોર અને સાંજ, એમ ત્રણવાર તો સ્નાન કરે જ છે. તેમાંય જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે કોળીયાકના નિષ્કલંક મહાદેવ મંદિરના સમુદ્ર તટે તો જે ભાવિક-શ્રદ્ધાળુને ન્હાવાની તક મળે તે પોતાની જાતને ધન્ય ગણે છે.

એક પૌરાણીક કથા પણ આ પવિત્ર તહેવાર સાથે જોડાયેલી છે.

વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્નિ હતી.આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા.પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.

ભગવાન મહાવીરની કથા

એક દિવસ બ્રાહ્મણ કન્યા સુતી હતી તે વખતે તેના શરીર માં કીડા પડી ગયા. ઉત્તકે સમાધી લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વલા હોવાં છતાં તે વાસણોને અડી ગઇ હતી. આ જન્મમાં પણ તેણે બીજાનું જોઇને ઋષિ પંચમી વ્રત કર્યું ન હતું.

પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રત ના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.

વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું

  • । સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
  • । ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
  • । તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
  • । ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
  • । ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
  • । દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો.
  • । આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
  • । છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
  • । આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.

માતાના મઢ ની વાર્તા

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

सिद्धि-बुद्धि सहितं देवं शरणं गच्छाम्यहम्।
गणेशं विघ्नराजं च भक्तानां सुखदायकम्॥
https://dharmik.tech/ganesh-chaturthi-2025/
गणेश चतुर्थी के इस पावन अवसर पर मंगलमूर्ति श्री गणेश जी आपके जीवन से सभी विघ्न-बाधाएँ दूर करें।

श्री गणेश भगवान का आशीर्वाद आप पर सदैव।बना रहे।
आपके घर-परिवार में सुख, शांति और समृद्धि का वास हो।
और भगवान गणपति बप्पा आपकी हर मनोकामना पूर्ण करें।

માતાના મઢ ની વાર્તા

માતાના મઢ ની વાર્તા આ બ્લોગ પોસ્ટ ની અંદર આશાપુરા માતાજી ગુજરાત રાજ્ય કચ્છ જિલ્લા માં આવેલા આશાપુરા માતાજીના મંદિરની મઠની ઇતિહાસ આપવામાં આવેલો છે. દેશભરના ભાવિક ભક્તોમાં આશાપુરા માતાજીનું મંદિર મોટું આસ્થા નું પ્રતીક છે આવો જોઈએ માતાના મઠ ની વાર્તા

Images

માતાના મઢની વાર્તા

આજથી લગભગ પંદરસો વર્ષ પૂર્વે દેવચંદ નામે એક મારવાડી વૈશ્ય પોતાની વણઝાર લઈને વેપાર તરીકે નીકળેલો ફરતા ફરતા તેણે સ્થાન જોયું વિપુલ પ્રમાણમાં ઘાસચારો જોયો અને પાણી સગવડ જોઈ રોકાઈ ગયો. થોડો વખત અહીં વિશ્રાંતિ લેવાના નિશ્ચયથી તે પોતાના પડાવ નાખ્યો. દેવચંદને સર્વ વાતે સુખ હતું અને પોતાના ઇષ્ટમાં શ્રધ્ધા પણ હતી. પોતાની રીતે પૂજા માટે શ્રીદેવીની સાથે રાખતો હતો.આ સમયે શારદીય નવરાત્રી ચાલતા હોય પરંતુ થોડા દિવસ રોકાઈ પૂજન કરી શકાયએ હેતુથી જ્યાં મંદિર છે ત્યાં રોકાઈ ગયો. દેવચંદ શાહને ભગવતીની કૃપાથી સર્વ પદ્રારથ પ્રાપ્ત હતા છતાં પુત્રની ખામી હતી એટલે તેમની માતાજીને પ્રાર્થના કર્યા કરતો હતો.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

દેવચંદ શાહ માટે એ ફળ પ્રાપ્ત કરવાનો સમય પાકી ગયો હોય તેમ અર્ધ રાતે મહામાયા જગદંબામાં આવીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે “હે વત્સ! જ્યાં તારો તંબુ છે તે સ્થાન મને પરમ પ્રિય છે તેમ આ સ્થાનની અધિદેવતા પણ હું છું માટે તારે તારી મનોકામના પૂર્ણ કરવી હોય તો એ જ સ્થળે મારું દેવળ બંધાવી તૈયાર કર.

તૈયાર થયા બાદ છ માસ સુધી એના દ્વારને બંધ રાખવા જેથી મારું સર્વાંગ સંપૂર્ણ વિગ્રહ એટલે કે પ્રતિમા મંદિરમાં પ્રાગટ જોવામાં આવશે. મારા આ દિવ્ય વચનને માત્ર સ્વપન સમજી બિલકુલ શંકા ન કરીશ. પ્રાતઃકાળ જ્યારે તું ઉઠીશ એટલે થયા પાસે એક શ્રીફળ અને ચુંદડી જોવામાં આવશે તો તને તું સત્ય માનજે. અસ્તુ !!”

એમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. દેવચંદ શાહ ઉઠીને જુએ છે તો શ્રી ભગવતીના કયા મુજબ શ્રીફળ ની ચુંદડી તેને જોવા મળ્યા એટલે તેણે શિલ્પકારોને બોલાવીને યોગ્ય મુરત કરાવી મંદિર નું કામ શરૂ કરાવ્યું.

ધીમે ધીમે મંદિર થઈ ગયું પાંચ મહિના નીકળી ગયા રોજ તેની દર્શનની આતુરતા વધતી જતી હતી એક દિવસ મંદિરમાંથી તેને મંત્રોચ્ચાર નો અવાજ આવવા લાગ્યો આજે તેને ધીરજ ખૂટી ગઈ અને તેને દ્વાર ખોલી નાખ્યા તેને હર્ષના આંસુ સાથે થોડુંક ક્ષોભ પણ થયો કારણકે તેની માની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું.

ખૂબ ક્ષમા પ્રાર્થના પણ કરી પરંતુ મા એ કહ્યું કે “હવે કંઈ ન થાય તું શાંતિ ન જાળવી શક્યો એટલે આજે હજી મારા ચરણ ભૂગર્ભમાં જ રહી ગયા છે .આ સ્થિતિ હવે જેમની તેમ રહેવાની છે તું મારો પરમ ભક્ત હોય તારી આજ દિવસ સુધી સેવાથી સંતુષ્ટ છું. અને તને થયેલા અપરાધની ક્ષમા આપું છું ત્યારે જે માંગવું હોય તે માંગી લે.” દેવચંદ વાણીયાએ પોતાને શું કમી છે તે વાત કહી અને માતાએ તેમને તથાસ્તુ કહી અંતરધ્યાન થઈ ગયા”

સમયાંતરે અનેક દાતાઓએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે.

તમને આશાપુરા માતાજી કચ્છ માતાના મઠ ની વાર્તા / કથા ગમી હોય તો ભારતના અને ગુજરાતના અન્ય શ્રદ્ધારોની શેર જરૂર કરજો

images (1)

ભગવાન મહાવીરની કથા

ભગવાન મહાવીરની કથા

પર્યુષણ પર્વ 2025 નિમિત્તે આ સુંદર બ્લોક પોસ્ટની અંદર ભગવાન મહાવીર ની કથા આપવાનો પ્રયત્ન કર્યો છે. જૈન ધર્મમાં પર્યુષણ પર્વ એ મોટું ધાર્મિક તહેવાર છે. આ તહેવાર નિમિત્તે અહીંયા ભગવાન મહાવીર ની કથા સૌને ઉપયોગી થશે.

ભગવાન મહાવીરના જન્મની કથા

ભગવાન મહાવીર એ 24 માં તીર્થંકર છે. રાજા સિદ્ધાર્થ તેમના પિતા અને ત્રિશલા તેમના માતા હતા. ભાદરવા સુદ એકમે જ્યારે ભગવાન મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે તેમને ચૌદ દિવ્ય સ્વપ્નોના દર્શન થયા. આ સ્વપ્નોમાં તેમણે ધવલ હાથી, શ્વેત વૃષભ, સિંહ, કમલાસના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, જલપૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિર્ધૂમ અગ્નિના દર્શન થયા. આ દિવ્ય ચિન્હો દિવ્ય બાળકના આગમનના પ્રતિક હતા. માતા ત્રિશલાએ ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિએ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આ દિવ્ય બાળકને જન્મ આપ્યો. તેમના જન્મ થયાની સાથે જ રાજ્યમાં ધન, ધાન્ય, આશ્વર્ય અને વૈભવની સમૃદ્ધિ થઈ તેથી તેમનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવ્યું.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

વર્ધમાન ‘મહાવીર’

બાળ વર્ધમાન ખૂબ જ નીડર, વીર અને પરાક્રમી હતા. એકવાર મિત્રો સાથે ઝાડ પર ચડીને ક્રીડા કરી રહ્યા હતા ત્યારે સમંગ નામના દેવ તેમની પરીક્ષા લેવા માટે વિશાળ સર્પનું રૂપ લઈને પ્રગટ થયા. જે ઝાડ પર એ લોકો બેઠા હતા એ ઝાડના થડ સાથે એ સર્પ વીંટળાઈ ગયો. સૌ બાળકો સર્પથી ભયભીત થઈને ઝાડ પરથી કૂદકો મારી ભાગી ગયા. પરંતુ બાળ વર્ધમાન એ વિશાળ સર્પને પકડીને નીચે ઉતર્યા અને સર્પ સાથે રમવા લાગ્યા. વર્ધમાનની વીરતા જોઈને સમંગ દેવ મૂળ રૂપમાં પ્રગટ થયા. ત્યારથી જ બાળ વર્ધમાન ‘મહાવીર’ નામે ઓળખાયા.

યુવાવસ્થા/તીર્થંકર

યુવાવસ્થાએ જ તેમણે સંસાર છોડીને બાર વર્ષ કઠોર તપસ્યા કરી હતી. જેમાં તેમણે કાનમાં ખીલા જેવા કાષ્ઠ શૂળ લાગવાથી માંડીને ચંડકૌશિક સર્પના દંશ જેવા ઉપસર્ગો સહન કરવા, અનેક દિવસોના લાંબા-લાંબા ઉપવાસ કરવા, જંગલી પ્રદેશના નિર્દય લોકોની વચ્ચે સમભાવથી વિહરવા જેવી વિકટ અગ્નિપરીક્ષા આપી. બાર વર્ષના અંતે અપાપા નગરી (હાલની પાવાપુરી)ની નજીક જૃંભિક ગામની બહાર ઋજુવાલુકા નામની નદીના કિનારે એક શાલવૃક્ષની નીચે ભગવાન મહાવીરને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે મહાવીર સાધક માંથી સર્વજ્ઞ તથા સર્વભાવદર્શી જિન અને તીર્થંકર બન્યા.

|| પર્યુષણ પર્વ એટલે શું?કેવી રીતે ઉજવશો આ પર્વ?||

પર્યુષણ પર્વ

જૈન ધર્મમાં સર્વ તહેવારોનો રાજા એટલે ‘પર્યુષણ પર્વ’! તેને ‘મહાપર્વ’ અને ‘પર્વાધિરાજ’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત એટલે ‘ક્ષમા’ અને પર્યુષણ એ ‘ક્ષમા’ નો પર્વ છે. તેથી તે વિશ્વભરના જૈનો માટેનો પ્રમુખ તહેવાર છે.

સામાન્ય રીતે પર્યુષણ શ્રાવણ મહિનાના છેલા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પ્રથમ ચાર દિવસ એમ આઠ દિવસનો પર્વ છે. જે આ વર્ષે 20 ઓગસ્ટ થી શરૂ થઈ 27 ઓગસ્ટ સુધી ચાલશે. શ્વેતાંબર જૈનો પર્યુષણ આઠ દિવસ ઉજવે છે, જ્યારે દિગંબર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે. પર્વની પાઠશાળામાં આપણે જાણીશું

પર્યુષણ કેવી રીતે ઉજવવામાં આવે છે?

પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે. માટે જ આ આઠ દિવસો દરમિયાન જૈનો ઉપવાસ, અભ્યાસ અને ધ્યાન દ્વારા શરીર અને મનનું શુદ્ધિકરણ કરી આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. આ પર્વનો ઉદેશ્ય તમામ નકારાત્મક વિચારો, ઉર્જા અને મનની આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણમાં યોગ્ય આચરણ, અહંભાવનો ત્યાગ, ધીરજ, સયંમ, જ્ઞાન મેળવવો, 24 તીર્થંકરોની સ્તુતિ કરવી, ગુરુવંદના કરવી અને પ્રતિક્રમણ જેવા મૂળભૂત વ્રતોનો વિશેષ મહત્વ હોય છે. પ્રતિક્રમણ એક ધાર્મિક વિધિ છે. જેમાં રોજ સાંજે જૈનો જાણે અજાણે મન, વાણી અને વર્તનથી થયેલા પાપો માટે પસ્તાવો કરીને ક્ષમા યાચના કરે છે. તો શરીરની શુદ્ધિ માટે ફક્ત ઉકાળેલા પાણી સાથે કઠોર ઉપવાસ પણ કરે છે.

પવિત્ર ધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’

પર્યુષણમાં સાધુઓ વર્ષાઋતુને ભાગ રૂપે સૂક્ષ્મ જીવસૃષ્ટિની હિંસા ટાળવા વિહાર કરતાં નથી. તેથી શ્રાવકો તેમને નગરમાં આમંત્રણ આપે છે અને તેમના સાંનિધ્યમાં જ્ઞાન મેળવવાની તક મેળવે છે. રોજ સવારે નિયત સમયે ઉપાશ્રયમાં સાધુઓ ધાર્મિક વ્યાખ્યાન આપે છે. જૈનો સાધુઓને સંગે જ્ઞાન અર્જિત કરવામાં મન લગાડે છે. તેઓ ભગવાન મહાવીરના જીવન ચરિત્ર આલેખાયેલું પવિત્ર ધર્મ ગ્રંથ ‘કલ્પસૂત્ર’ નું પૂજન અને વાંચન કરે છે. તો નવકાર મંત્રના જપનો પણ વિશેષ મહત્વ રહે છે.

પર્યુષણ પર્વ સંકલ્પ


પર્યુષણ પર્વ એ બહારની પ્રવૃતિઓ બદલવાનું નહિ પરંતુ ભીતરની વૃત્તિઓ બદલવાનું પર્વ છે. આપણે સંકલ્પ કરીએ કે આ આઠ મોટા દિવસોમાં :
– હું ક્રોધ નહિ કરું,ભાવાત્મક પ્રતિક્રિયા નહિ કરું.
– હું કોઈની નિંદા નહિ કરું.
– હું કોઈની ઈર્ષ્યા નહિ કરું પણ પ્રમોદભાવ રાખીશ.
– હું સત્ય જ બોલીશ, જૂઠું નહિ બોલું.
– હું ડેરી પ્રોડક્ટ નહિ વાપરું. ગાયો પર જે રીતે અત્યાચાર થાય છે એ માટે દૂધ એ માંસાહાર જેટલું જ અભક્ષ્ય ગણાવું જોઈએ.
– હું રોજ 15 મિનિટ ધ્યાન કરીશ.
– હું રોજ એક કલાક મૌન રાખીશ.
– હું પોતાના દોષો જોઈ, તેમાં સુધાર લાવી ભાવ પ્રતિક્રમણ કરીશ.
– મારા દ્વારા થયેલી ભૂલોની હું ઉદારતાથી ક્ષમા માંગીશ અને કોઈની ભૂલો માટે નમ્રતાથી ક્ષમા માંગીશ.
આ આઠ દિવસના પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવા માટે નથી. આ પર્વ સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વમાં માત્ર જૈનો જ કેમ, આત્મ સુધાર કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. મહાવીર પણ ક્યાં જૈન હતા? બધા તીર્થંકરો રાજપૂત હતા. આ ક્ષત્રિયનો ધર્મ છે. આત્મા સાથે યુદ્ધ કરવાનો ધર્મ છે. આત્માને જીતવાનો ધર્મ છે. આ પર્વ બાહ્ય આડંબરનું કે દેખાવો કરવાનું પર્વ નથી, આ પોતાની જાતને સુધારવાનું અને માંજવાનું પર્વ છે.

|| પર્યુષણ પર્વ|| FAQ

દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે

દિગંબર જૈનો દસ દિવસ પર્યુષણ ઉજવતા હોવાથી તેને ‘દસલક્ષણ પર્વ’ પણ કહે છે

પર્યુષણ શબ્દનો અર્થ છે ‘પાલન કરવું’. જો કે આ શબ્દની સાથે ‘સૌ પ્રકારે વસવું’ અથવા ‘આત્મામાં વસવું’ નો ભાવ પણ જોડાયેલો છે.

સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ Solar Eclips 2025

સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ અને તેની વાતો

Solar Eclips 2025: સપ્ટેમ્બરમાં લાગશે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં દેખાશે કે નહીં?
ગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ તેનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્ત્વ તેને વધારે ખાસ બનાવે છે. ખગોળીય ઘટનામાં રસ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ જ મહિનામાં 15 દિવસમાં બે ગ્રહણ લાગવા જઈ રહ્યા છે. આ જ મહિનામાં વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ બંને લાગવા જઈ રહ્યા છે. ચાલો જાણીએ આ વખતે ક્યારે લાગશે અને ભારતમાં આ ગ્રહણ જોવા મળશે કે નહીં?

જુની કથાઓ મુજબ ગ્રહણ

કથા ગ્રહણ વિશે પણ ખાસ રૂપથી પ્રચલિત માનવામાં આવે છે.આ જુની કથા મુજબ સુર્ય અને ચંદ્ર ગ્રહણ માટે રાહુ અને કેતુ નો ઉત્તરદાયી માનવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના મોહિની સ્વરૂપમાં આવ્યા અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જે અમૃત રાક્ષસોએ દેવતાઓ પાસેથી છીનવી લીધું હતું, મોહિનીએ ધીમે ધીમે તે જ અમૃત દેવતાઓમાં વહેંચવાનું શરૂ કર્યું. પરંતુ, આ સમય દરમિયાન સ્વરભાનુ નામના રાક્ષસે દેવતાનો વેશ ધારણ કર્યો અને દેવતાઓની પંક્તિમાં બેસીને અમૃત મેળવવાનો પ્રયાસ કરવા લાગ્યો. સૂર્ય અને ચંદ્રએ તેમની આ યુક્તિ જોઈ અને મોહિનીના અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને તેનું સત્ય કહ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે રાહુની ગરદનને ધડથી અલગ કરી દીધી, પરંતુ તેણે પહેલા જ અમૃતના થોડા ટીપા પી લીધા હતા જેના કારણે તેના પર અમૃતની અસર થઈ હતી અને તે મૃત્યુ પામ્યો ન હતો. આમ, તેમનું માથું રાહુ અને ધડ કેતુ તરીકે જાણીતું બન્યું અને તે ગ્રહોમાં છાયા ગ્રહ તરીકે ઓળખાયો. આ જ કારણ છે કે રાહુ અને કેતુને સૂર્ય અને ચંદ્ર સાથે દુશ્મનાવટ છે અને તેથી તેઓ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને પરેશાન કરે છે.

ખગોળીય રૂપથી મહત્વપુર્ણ

આપણે આ બધા એ સ્થિતિ ને જાણીએ છીએ કે પૃથ્વી અને બીજા બધાજ ગ્રહ સુર્ય ના ચક્કર લગાવે છે અને ચંદ્રમા પૃથ્વી ના ચક્કર લગાડે છે.ઘણી વાર પૃથ્વી,સુર્ય અને ચંદ્રમા ની ગતિઓ ના કારણે ઘણી એવી ખાસ સ્થિતિઓ સમય સમય ઉપર બને છે જે ખગોળીય રૂપથી મહત્વપુર્ણ હોય છે,પરંતુ,જ્યોતિષ માં પણ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.એમાંથી એક છે ગ્રહણ.

આપણે બધા સુર્ય ના પ્રકાશ થી રોશની મેળવીએ છીએ.પૃથ્વી ને પણ સુર્ય નો પ્પ્રકાશ મળે છે અને ચંદ્રમા ને પણ સુર્ય નિજ રોશની મળે છે.ઘણીવાર પૃથ્વી ની પરિક્રમા ના કારણે આવી પરિસ્થિતિઓ ઉભી થાય છે કે ઘણા સમય માટે સુર્ય નો પ્રકાશ પૃથ્વી ઉપર અથવા ચંદ્રમા ઉપર પડે છે.આવી સ્થિતિ નેજ આપણે ગ્રહણ કહીએ છીએ.અલગ અલગ પરિસ્થિતિઓ માં આ અલગ અલગ રૂપથી થાય છે અને અનાથીજ સુર્ય અને ચંદ્ર આકાર લેય છે.આ એક પ્રકારની ખગોળીય ઘટના છે.

કેમ લાગે છે સૂર્ય ગ્રહણ?

સૂર્ય એ પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની જેમ જ ચંદ્ર પણ સૂર્યની આસપાસ ફરે છે. જોકે, ચંદ્ર સૂર્યની સાથે સાથે પૃથ્વીની આસપાસ પણ ફરે છે. અનેક વખત એવું થાય છે કે ચંદ્ર ફરતાં ફરતાં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને થોડાક સમય માટે સૂર્યના પ્રકાશને ઢાંકી દે છે, જેને આપણે બધા સૂર્ય ગ્રહણ તરીકે ઓળખીએ છીએ. આ સમયે પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે.

ક્યારે છે બીજું સૂર્ય ગ્રહણ?

અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 21મી સપ્ટેમ્બર, 2025ના વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે 4 કલાક 24 મિનિટનું હશે. ભારતીય સમય અનુસાર રાતે 10.59 કલાકથી 22મી સપ્ટેમ્બર મધરાતે 1.11 કલાકે તે પોતાની ચરમ સીમા પર હશે અને 3.23 કલાકે પૂરું થશે.

શું છે આંશિક સૂર્ય ગ્રહણ?

ગ્રહણ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ, વલયાકાર સૂર્યગ્રહણ અને આંશિક સૂર્યગ્રહણ. 21મી સપ્ટેમ્બરનું આ આંશિક સૂર્યગ્રહણ હશે. આંશિક સૂર્ય ગ્રહણ ત્યારે જોવા મળે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેથી ચંદ્રમા પસાર થાય છે અને સૂર્યનો એક ભાગ ઢંકાઈ ડાય છે. આંશિક સૂર્ય ગ્રહણને ખંડગ્રાસ સૂર્યગ્રહણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્યાં દેખાશે ગ્રહણ?

વાત કરીએ આ સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે તો ન્યુઝી લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં આ ગ્રહણ સારી રીતે જોવા મળશે, પણ આ ગ્રહણ સમયે ભારતમાં રાત હશે, એટલે તે ભારતમાં નહીં દેખાય. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય એટલે સ્વાભાવિક છે કે અહીં સૂતક કાળ નહીં માન્ય હોય.

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

કષ્ટભંજન દેવ સત્ય છે IIસાળંગપુર હનુમાનજી મંદિર

કષ્ટભંજન દેવ સત્ય છે II સાળંગપુર હનુમાનજી મંદિર

હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામમાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે.

KATHA 

ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યુ. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

👉કોઈ હઠીલા ભૂત-બ્રહ્મરાક્ષસ ન માને તો સ.ગુ.શ્રી ગોપાળનંદ સ્વામીની લાકડીનો છેડ જળમાં બોળીને પ્રસાદીભૂત કરેલું જળ છાંટવાથી ગમે તેવા બલિષ્ઠ પ્રેતાદિક બળવા લાગે છે અને સદાને માટે ભાગી જાય છે એટલું નહીં, તે ભૂતપ્રેતનો ઉદ્ધાર પણ થાય છે. અહીં સૌને ઉતારાપાણીની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે છે. કદાચ જાણીને નવાઈ લાગશે કે પશુ-પંખી પણ પ્રેતયોનિને પામેલાં હોય છે, જે માનવોને વળગે છે.

આરતી 

👉પ્રભુ જય કપિ બળવંતા… ૨

સુર નર મુનિ જન વંદિત (૨)

પદરજ હનુમંતા,

પ્રભુ જય કપિ બળવંતા,

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, ત્રિભુવન જયકારી,

પ્રભુ ત્રિભુવન જયકારી,

અસુર રિપુ મદગંજન (૨)

ભય સંકટ હારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૨

ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહિ જંપે,

પ્રભુ પીડત નહિ જંપે,

હનુમંત હાક સુનીને (૨)

થર થર થર કંપે,

પ્રભુ જય કપિ બળવંતા… ૩

રઘુવીર સહાયે ઓળંગ્યો, સાગર અતિ ભારી,

પ્રભુ સાગર અતિ ભારી,

સીતા શોધ લે આયે (૨)

કપિ લંકા જારી,

પ્રભુ જય કપિ બળવંતા… ૪

રામ ચરણ રતિ દાયક, શરણાગત ત્રાતા (૨)

પ્રભુ શરણાગત ત્રાતા,

પ્રેમાનંદ કહે હનુમંત,

વાંછીત ફળ દાતા,

પ્રભુ જય કપિ બળવંતા… ૫

જય કપિ બળવંતા…

પ્રભુ જય કપિ બળવંતા…

જય શ્રી રામ,

જય કષ્ટભંજન દેવ,

જય બજરંગબલી.

બોલો હનુમાનજી મહારાજ ની જય

મંગલ મૂરતિ મારુતિ નંદન,

સકલ અમંગલ મૂલ નિકંદન ...મંગલ

પવનતનય સંતન હિતકારી,

હ્દય બિરાજત અવધ બિહારી ...મંગલ

માતાપિતા ગુરુ ગણપતિ શારદ,

શિવા સમેત શંભુ શુક્ર નારદ ...મંગલ

ચરનકમલ બંદઉ સબ કાહુ,

દેહુ રામપદ નેહુ નિબાહુ ...મંગલ

જય જય હનુમાન ગુંસાઇ,

કૃપા કરો ગુરુદેવકી નાઇ...મંગલ

બંદઉ રામ લખન વૈદેહી

યહ તુલસી કે પરમ સનેહી...મંગલ

મંગલ મૂરતિ મારુતિ નંદન

|| જય શ્રી રામ || || જય શ્રી કષ્ટભંજન દેવ ||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

||ॐ નમો હનુમંતે ભયભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા||

|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||

શું તમે અંબાજી ભાદરવી પૂનમ નું મહત્વ જાણો છો?

img 20230928 083319 copy 1024x637

શું અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે|| જાણો અંબાજી ભાદરવી પૂનમ નો મેળો અને તેનું મહત્વ

Ambaji Bhadarvi Poonam : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું ખાસ મહત્વ છે. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. એટલું સંઘ અને તેમાં જ નહીં, યાત્રાળુ પગપાળા જતા યાત્રિકોની સંખ્યામાં અપ્રતિમ વધારો થયો છે. અંબાજીમાં પૂનમના સમયે 25 લાખથી વધુ યાત્રિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે

Ganesh chaturthi 2025

ભાદરવી પૂનમOની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો.

ધાર્મિક આસ્થા

ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે.

અંબાજીનું સ્થાન

અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એ રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠાં છે. વર્ષોથી માતાજીના ગોખ પાસે ધીના બે અખંડ દીવા બળે છે.

અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા માલદેવનો વિક્રમ સંવત 1415 (વર્ષ 1359)નો લેખ જોવા મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સંવત 1601નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે. તે 19મી સદીના છે.

શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હતાં

એક બીજા સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. એક દંતકથા મુજબ સીતાની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રુંગી ઋષિના આશ્રમે આવ્યા હતા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવાનું કહેતાં ભગવાન રામ અને લક્ષ્મણે આરાધના કરતાં દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક ખાણ આપ્યું હતું. જેનાથી રામે રાવણનો નાશ કર્યો હતો. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા અહીં ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અંબાજી ભાદરવી પૂનમ  વિશે માહિતી  એટલે કે ભાદરવી  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

શું અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે|| જાણો અંબાજી ભાદરવી પૂનમ નો મેળો અને તેનું મહત્વ

Chanakya Niti: friendship

Chanakya Niti: દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવાનું સપનું જુએ છે. પરંતુ દરેક જણ આ સપનું આસાનીથી પૂરું કરી શકતા નથી. સફળતા મેળવવા માટે વ્યક્તિને સખત મહેનતની સાથે સાથે સારા મિત્રની પણ જરૂર હોય છે. એક મિત્ર જે મુશ્કેલ સમયમાં તેના મિત્રને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. જો કે, જે લોકો પાસે સાચા મિત્રો નથી તેઓએ તેમની સાથે તેમના રહસ્યો શેર કરવાનું ટાળવું જોઈએ. નીતિશાસ્ત્ર અને રાજદ્વારી ચાણક્ય આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે. ચાલો આપણે આવા 5 મિત્રો વિશે જાણીએ, જેમ જેમ કોઈ વ્યક્તિને તેમના વિશે ખબર પડે છે, તેણે તરત જ તેમનાથી દૂર રહેવું જોઈએ.

રહસ્યો છુપાવો નહીં

ચાણક્ય નીતિ અનુસાર, તમારા રહસ્યો ક્યારેય એવા મિત્રને ન જણાવો જે તેને પોતાની પાસે ન રાખી શકે. આવા મિત્રો પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરો. જો આવી વ્યક્તિ તમને બીજાના રહસ્યો જણાવી રહી છે, તો આવતીકાલે તે ગુસ્સો અથવા વિવાદના કિસ્સામાં તમારા રહસ્યો અન્ય લોકો સાથે શેર કરી શકે છે. આવા લોકો સમય આવવા પર તમારી પ્રગતિમાં અવરોધ બની શકે છે.

વચન ન પાળશો નહીં

એવા મિત્રોથી હંમેશા દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવે છે કે જેઓ ક્યારેય પોતાનું વચન પાળતા નથી. આવા મિત્રો જરૂર પડ્યે તમને વચનો આપી શકે છે અને દગો પણ આપી શકે છે.

તેઓ તમારી ગેરહાજરીમાં તમારા વિશે ખરાબ બોલે છે

આવા મિત્રો જે મજાકમાં પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા રહે છે. આવા લોકો તમારી ઈમેજ બગાડી શકે છે. જેની અસર તમારી સફળતા પર પણ પડી શકે છે.

Chanakya Niti : Chanakya Niti Rules. And Good Thoughts

મુશ્કેલ સમયમાં તમારી સાથે રહેતો નથી

આવા મિત્રો જે હંમેશા તમારી સાથે ઉભા રહેવાનું વચન આપે છે પણ જરૂર પડે ત્યારે જ જોવા મળે છે. ચાણક્ય પણ આવા મિત્રોથી દૂર રહેવાની સલાહ આપે છે. આવા મિત્રોને આસપાસ રાખવાથી તમે ક્યારેય સાચા વ્યક્તિ પર વિશ્વાસ કરતા શીખી શકશો નહીં.

તમારા ફાયદા માટે ઉપયોગ કરે

ઘણી વખત તમે એવા લોકો સાથે મિત્રતા પણ કરી શકો છો જેઓ તમારી સાથે મિત્રતા કરે છે માત્ર તેમની પોતાની રીતે મેળવવા અને તમારો ઉપયોગ કરવા માટે. આવા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. આવા મિત્રો ફક્ત તમારો સમય અને પૈસા બગાડે છે અને તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરે છે. જેના કારણે સફળતાનો માર્ગ તમારાથી વધુ દૂર જાય છે.

your paragraph text

ALSO READ :: મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી

Mahadev pooja in Gujarati shiv ki utpatti

mahadev pooja in gujarati shiv ki utpatti

shiv ki utpatti – શિવ ની ઉત્પત્તિ:ઋષિઓની વાત : shiv ki utpatti Pooja in Gujarati

ઋષિઓની વાત

ઋષિ બોલ્યા :- હે સુત જી ! હવે તમે અમને ભગવાન શિવ અને પાર્વતીના પરમ અને દિવ્ય સ્વરૂપનું વર્ણન કરો. બ્રહ્માંડની રચના પહેલા, મધ્યકાળ અને વિશ્વના અંત દરમિયાન મહેશ્વર કયા સ્વરૂપમાં અને કયા સ્વરૂપમાં આવેલું છે ? બધા જગતના કલ્યાણકર્તા ભગવાન શિવ કેવી રીતે પ્રસન્ન થાય છે ? અને જ્યારે તેઓ પ્રસન્ન થાય ત્યારે તેમના ભક્તોને શ્રેષ્ઠ ફળ શું આપે છે ? આપણે સાંભળ્યું છે કે ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે. પોતાના ભક્તોને મુશ્કેલીમાં જોઈ શકતા નથી. ત્રણેય દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો જન્મ ભગવાન શિવના અંશમાંથી થયો હતો. કૃપા કરીને અમને ભગવાન શિવનું સ્વરૂપ, દેવી ઉમાની ઉત્પત્તિ, શિવ-ઉમા લગ્ન, ગૃહસ્થ ધર્મ અને ભગવાન શિવના અનંત પાત્રોનું વર્ણન કરો.

શિવ પૂજા વિધિ

શિવ પૂજા કેવી રીતે કરવી | શિવ પૂજા વિધિ | શિવ પૂજા મંત્ર | Shiv – Mahadev pooja in Gujarati

શિવપૂજાના સંદર્ભમાં કહેવાય છે કે દૂધ, દહીં, મધ, ઘી અને શેરડીના રસ (પંચામૃત)થી સ્નાન કર્યા પછી ચંપક, પાતાળ, કાનેર, મલ્લિકા અને કમલનાં ફૂલ ચઢાવો. ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબુલ ચઢાવો. તેનાથી શિવજી પ્રસન્ન થાય છે. આ સંહિતામાં 'સૃષ્ટિ ખંડ' હેઠળ શિવને જગતનું મુખ્ય કારણ માનવામાં આવ્યું છે, શિવમાંથી આદિશક્તિ 'માયા'નો ઉદ્ભવ થાય છે, તો 'બ્રહ્મા' અને 'વિષ્ણુ'ની ઉત્પત્તિ શિવમાંથી જ કહેવામાં આવી છે.

શિવ ની ઉત્પત્તિ – Shiv Ni Utpatti in Gujarati

‘શિવમહાપુરાણમાં’ ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્વ હતું આ તત્વને અંતિમ તત્વ કહેવામાં આવે છે. જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું એને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્વ હતું.

om namah shivay mantra meaning in gujarati

તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (અને આ શિવતત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

શંકર ભગવાન નો ઇતિહાસ

બીજો પુરુષ જે શિવ તત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નીલી આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘’તમે વિસ્તૃત થાવો છો માટે તમારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવ ભગવાને વિષ્ણુને જન્મ આપ્યો. વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું. અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણા વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

also read ::: shiv ke pratik

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઊંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સો વર્ષ સુધી તપ કર્યું. અને તપ કરી આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો. બંનેનો વાદ વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બંનેના જન્મની કથા કરી બંનેને શાંત કર્યા.

જ્યારે બ્રહ્મા વિષ્ણુનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક બંનેની વચ્ચે એક તેજસ્વી પટ્ટો આવી ગયો, બંનેએ આ તેજસ્વી પટ્ટાને ઉપર-નીચે વખાણવાનું શરૂ કર્યું, પરંતુ બંનેમાંથી કોઈ તેનું મૂળ શોધી શક્યું નહીં, ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને તે તેજસ્વી પટ્ટાને ઓળખી કાઢ્યો. તેનું જ્યોતિર્લિંગ સ્વરૂપ અને કહ્યું કે મારા માણસોમાંથી જે જન્મશે તે રુદ્ર કહેવાશે, આ રુદ્ર અને હું બીજું કંઈ નથી પણ એક જ જાણું છું, આમ શિવે વિષ્ણુને કહ્યું કે તમે આ સૃષ્ટિનું પાલન-પોષણ કરો અને બ્રહ્માને તેની જવાબદારી સોંપવામાં આવી. સૃષ્ટિની રચના કરી અને કહ્યું કે મારું જે રુદ્ર સ્વરૂપ છે તે પ્રલયમાં નાશ પામશે.

Ganesh chaturthi 2025

આમ, શિવપુરાણના રુદ્ર સંહિતા અધ્યાય 6 થી 9 માં ત્રિદેવનો જન્મ અને તેના કાર્યની પ્રતિપદાનો ઉલ્લેખ જોવા મળે છે. શિવનો મહિમા જીવને સમજાવવા સંતોએ અનેક રીતે ગાન કર્યું છે.