અહીંયા તન્વી પટેલે કુલ 64 જોગણી ના નામ રજૂ કર્યા છે. 64 જોગણી માતાઓના નામ છે. અને આ અંતર્ગત ભારતમાં 64 જોગણી ના શ્લોક પણ છે. મંત્ર પણ છેલ્લે રજૂ કરેલ છે. એટલે આ ધાર્મિક આર્ટિકલ દમદાર બન્યું છે.
સૌથી મહત્વપૂર્ણ હિન્દુ તહેવારોમાંનો એક ગણેશ ચતુર્થી છે, જે ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર આવે છે અને આ ઉજવણી અનંત ચતુર્દશી સુધી ચાલે છે. આ તહેવારનું બીજું નામ ગણેશોત્સવ છે, જે ખૂબ જ ખુશી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને નસીબ, સંપત્તિ અને જ્ઞાનના દેવતા તરીકે પૂજનીય માનવામાં આવે છે. તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવા એવા રાજ્યો છે જ્યાં ગણેશ ચતુર્થીની સૌથી વધુ ઉજવણી કરવામાં આવે છે.
આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ એટલે તરણેતરનો મેળો તરણેતરના મેળામાં જતા પહેલા જાણી લો ઈતિહાસ, આ છે રોચક કથા
૨૬ કે ૨૭ ઓગસ્ટે ગણેશ ઉત્સવ ક્યારે શરૂ થશે, અહીં તમારી મૂંઝવણ દૂર કરો. આ વખતે ગણેશ વિસર્જન ૬ સપ્ટેમ્બર ૨૦૨૫, અનંત ચતુર્દશીના દિવસે, શનિવારે કરવામાં આવશે.
ગણેશ ચતુર્થી તિથિ ૨૦૨૫: દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ ઉત્સવ ૧૦ દિવસ સુધી ચાલે છે, જેમાં ભક્તો ગણપતિ બાપ્પાને તેમના ઘરે લાવે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. વિવિધ સ્થળોએ ગણપતિ બાપ્પાના પંડાલો પણ શણગારવામાં આવે છે. જેમાં સવાર-સાંજ પૂજા આરતી અને ભજન કીર્તન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે ગણપતિ ઉત્સવ કયા દિવસથી શરૂ થઈ રહ્યો છે, આગળ લેખમાં..
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ । निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥
ગણેશ ચતુર્થી 2025 ક્યારે છે?
ગણેશ ચતુર્થી ૨૦૨૫ તારીખ અને પૂજા મુહૂર્ત
દ્રિક પંચાંગ મુજબ, ૨૦૨૫ માં ગણેશ ચતુર્થી ૨૭ ઓગસ્ટથી શરૂ થશે. ગણેશ ચતુર્થી પૂજા કરવા માટેનો સૌથી શુભ સમય મધ્યાહન મુહૂર્ત છે, જે ભગવાન ગણેશના જન્મના ચોક્કસ સમયનું પ્રતીક છે.
ગણેશ પૂજા મુહૂર્ત: સવારે ૧૧:૦૫ થી બપોરે ૧:૪૦ (૨ કલાક ૩૫ મિનિટ) શુક્લ યોગ (શુભ કાળ): બપોરે ૧૨:૩૫ થી ૧:૧૮
૨૭ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ બપોરે ગણેશ પૂજા માટે શુભ સમય સવારે ૧૧:૦૫ થી ૦૧:૪૦ વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન, તમે યોગ્ય વિધિઓ સાથે પંડાલમાં મૂર્તિ સ્થાપિત કરી શકો છો.
બોળચોથ પછીના બીજા દિવસે નાગપાંચમ આવે છે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળ ચોથથી થાય છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો મેળો ભરાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. બોળચોથની વાર્તા સાંભળે છે. સ્ત્રીઓ આ દિવસે ઘઉંની કોઈ વસ્તુ ખાતી નથી, કે ઘઉંની કોઈ વાનગી પણ ખાતી નથી, ઘઉ દળતી પણ નથી. તેમજ શાકભાજી પણ સુધારતી નથી, ગાય-વાછરડાનું પૂજનકરીને બાજરીના રોટલા અને મગનું શાક આરોગવામાં આવે છે.
શું છે બોળચોથ કથા ?
બોળચોથ વિશે એક પ્રાચીન વાર્તા છે. એક નવી વહુ ઘરે આવી. તેના સાસુએ તેને ઘઉંલો ખાંડવાનો કીધો. ઘઉંલો એટલે ‘ઘઉં’ એવો અર્થ હતો, પણ વહુએ ઘઉંને બદલે તેના ઘરમાં વાછરડો કે જેનું નામ પણ ‘ઘઉંલો’ હતો તેને ખાંડી નાખ્યો. સાસુએ જોયું તો લોહીથી ખાંડણિયો ખદબદતો હતો. સાંજનો સમય થવા આવતો હતો, સાસુ વહુ ગાય આવે તે પહેલા વાછરડાને ઉકરડામાં નાખી આવ્યા. ગાય આવી તો તેણે વાછરડો ન જોયો. તે ભાંભરડા નાખવા લાગી. ગાય તો ઉકરડે પહોંચી. ત્યાં તેણે ભાંભરડા નાખ્યા તો વાછરડો ઊભો થયો. ગાય સાથે વાછરડાને પણ પાછા આવતા જોઈ સાસુ-વહુ બન્નેએ તેનું પૂજન કર્યું. ત્યારથી ઘઉંની વાનગી અને ગાયના દૂધની વાનગી એક દિવસ ન ખાવાની શાસ્ત્રોક્ત મનાઈ કરવામાં આવી છે. ત્યારથી વાછરડા સાથે ગાયનું પૂજન થતું આવે છે
👉Janmashtami Special WhatsApp DP ,ABCD alphabets, Janmashtami whatsapp status ABCD 2025
પૌરાણિક ગ્રંથો અનુસાર, કામધેનુ ગાય ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ જોવા માટે‘બહુલા‘ના રૂપમાં નંદની ગોશાળામાં પ્રવેશી હતી. કૃષ્ણજીને આ ગાય ખૂબ પસંદ હતી, તેઓ હંમેશા તેની સાથે સમય વિતાવતા હતા. બહુલા પાસે એક વાછરડું પણ હતું, એકવાર બહુલા ચરવા માટે જંગલમાં ગઈ, ચરતી વખતે તે ઘણી આગળ નીકળી ગઈ અને એક સિંહ પાસે પહોંચી ગઈ. સિંહ તેને જોઈને ખુશ થઈ ગયો અને તેને પોતાનો શિકાર બનાવવાનું વિચારવા લાગ્યો. બહુલા ડરી ગઈ, અને તે ફક્ત તેના વાછરડા વિશે જ વિચારતી હતી. સિંહ તેની તરફ આગળ વધ્યો, બહુલાએ તેને કહ્યું કે ઘરમાં તેના વાછરડાને ભૂખ લાગી છે, તે તેને ખવડાવીને પાછી આવશે, પછી તે તેને પોતાનો શિકાર બનાવશે.સિંહે કહ્યું હું તારી વાત કેવી રીતે માની શકું? પછી બહુલા તેને ખાતરી આપે છે અને શપથ લે છે કે તે ચોક્કસપણે આવશે. બહુલા પછી ગૌશાળામાં જાય છે અને વાછરડાને ખવડાવે છે, અને તેને પ્રેમથી ત્યાં છોડીને જંગલમાં સિંહ પાસે પાછી આવે છે. સિંહ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. વાસ્તવમાં તે સિંહના રૂપમાં ભગવાન કૃષ્ણ છે, જે બહુલાની પરીક્ષા કરવા આવે છે. શ્રી કૃષ્ણ તેમના વાસ્તવિક સ્વરૂપમાં આવે છે, અને બહુલાને કહે છે કે હું તારાથી ખૂબ જ પ્રસન્ન છું, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સમગ્ર માનવજાત દ્વારા તમારી પૂજા કરવામાં આવશે અને સમગ્ર જાતિ તમને માતા ગાય તરીકે સંબોધશે અને જે આ વ્રતનું પાલન કરશે તેને સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, ઐશ્વર્ય અને સંતાન પ્રાપ્તિ થશે.
પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.
માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવન દાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા. તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે. ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો. ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા.
ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો હશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે.
શ્રી ગણેશ કથા 2
એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.
આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા,” ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. ”
આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેકોર અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.
બ્રહ્માજી બોલ્યા કે “ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે.”
ભાદવવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો.
ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂથ થયા. તેને દર્શન આપી બોલ્યો, “ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ.” હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.
એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.
આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.
ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..
બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.
સંકટચતુર્થીની કથા
સંકટ ચતુર્થી વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવતાઓ પર સંકટ આવ્યુ. પછી તેઓ મદદ માટે ભગવાન શિવ પાસે ગયા. તે સમયે ગણેશ અને કાર્તિકેય બંને ભગવાન શિવની સાથે બેઠા હતા. શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યુ કે દેવતાઓની સમસ્યાઓનુ નિરાકરણ કોણ કરશે, આના પર બંનેએ સ્વયંને સક્ષમ ગણાવીને સંકટનુ નિવારણ કરવાની વાત કહી. આના પર ભગવાન શિવે બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ અને કહ્યુ કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.
આધ્યાત્મિક દિવ્યતાની અનુભૂતિનો ઉત્સવ,પરંપરા અને લોકસંસ્કૃતિની ભવ્યતાનો મહોત્સવ એટલે તરણેતરનો મેળો તરણેતરના મેળામાં જતા પહેલા જાણી લો ઈતિહાસ, આ છે રોચક કથા
પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. પરંતુ ગણેશજીએ એક યુક્તિ વાપરી અને પોતાના માતા-પિતાની સાત પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા. આના પર શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.